જાગતી જ્યોત જગદંબા
પાથરે પ્રકાશ..........

માઁ 
જગદંબા
અંબા 
પરામ્બા 
માઁ ની સ્તુતિના દિવસો 
માઁ ની આરાધનાના દિવસો 
એટલે 
નવરાત્રીના દિવસો 
આમ તો પ્રતિવર્ષ એ ઉજવાય 
પણ આ વર્ષે......!
આ વર્ષે ગરબા મેદાનમાં....શેરીઓમાં 

રમી શકાય એવું વાતાવરણ નથી 
આપણે સૌ મૂંઝાયેલા છીએ, 
સૌ કોઈ પીડા અનુભવીએ છીએ 
એક અનિશ્ચિતતા, એક અજંપો, એક ભય....
એવી લાગણીઓ સાથે દિવસો પસાર થઇ રહ્યાં છે 
ત્યારે આ શક્તિ.... આદિ શક્તિ......પરમ શક્તિના  
શરણે જવા ભૂતકાળના સંસ્મરણોને વાગોળીએ 
માઁ નો મહિમા ગાતા હૈયે ને હોઠે 
આપણે ગાયેલા વિવિધ ગરબાઓને યાદ કરીએ......
સંસ્મરણોના સહારે શક્તિ પામીએ 

જાગતી જગદંબાની જ્યોત.....
આપણને જાગતા રાખે.....
આપણા દેહમાં 
આત્મા રૂપી દીપ ઝગમગતો રાખે 
એ જ તો માઁ નો પ્રશાદ છે......
એ જ તો માઁ ના આશીર્વાદ છે......

 

સગુણવાસીઓ પર 
જગત જનની 
જગદંબાના  
અવિરત  આશીર્વાદ 



•UTL HUN\AFGL þIMTPPPPP

VF56G[ •UTF ZFB[PPPPP

VF56F N[CDF\ VFtDF ~5L NL5 hUDUTM ZFB[

V[ H TM DF« GM ÔXFN K[PPPPPP

V[ H TM DF« GF VFXLJF"N K[PPPPPP



નવરાત્રીની શુભકામના 


સભ્યશ્રી,
સખેદ જણાવવાનું કે બ્લોક - એ 102માં રહેતાં શ્રી ભરતભાઈ લાખાણીનું તા. 17-10-2020ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે 
પ્રાર્થના સહ......

સગુન પરિવાર 


અંબા જગદંબા ,  તું મારી માવડી
તું તારે તો તરશે મારી નાવડી
હેતનાં આંસુથી છલકે મારી આંખડી
અંબા જગદંબા, તું મારી માવડી

    ભક્તો માટે હૈયે તું ભાવ રાખતી 
    અરજ સૂણીને સદા દોડી આવતી 
    તારે ને  તરતાં રાખે મારી માવડી
    જગદંબા અંબા , તું મારી માવડી

ભક્તો આજે રમતાં રુડા ભાવથી
પૂજૂં પ્રેમથી તારી પાવન પાવડી 
આશીષ આભથી ઉતરે માતનીં
ભલું સગુનનું કરે મારી માવડી

બાંહ ઝાલીને તારજે અમને 
ખમા ખમા  મારી માઁ.....ઓ....માઁ 
ભજતાં 


દૂહો: 
હે..
જગત જનની અંબા જગદંબા 
ઉતરી રમવા આજ 
સાબરમતીને તીરે ઉતરી
ચોસઠ જોગણી સાથ
જળ ઉપર સોહે જગદંબા 
નમે તને ગૂજરાત
બાંહ ઝાલીને તારજે અમને 
ખમા ખમા  મોરી માત
 
------------------------------
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને આસો ના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આસમાની ઓઢણીમાં તારલા ઝબૂકતાં
ગરબે રમવા ને બિરદાળી જગે પગ મૂકતા 
માડી ગરબે ઘૂમે તાલીઓ વીંઝાય 
કંઠે કાંઠે કોયલના ટહુકા સંભળાય 
કે આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને આસો ના ભણકારા થાય

 



અમે રમકડાં.....તો ય રમકડાં 
રમીએ રે દિન રાત। .....
અમે તો ટાબરિયાની જાત 
વેળા થતાં અમને ઘરમાંથી 
બોલાવે રે માત ને તાત.....
અમે તો ટાબરિયાની જાત 
---------------------


માંડી જ્યોતિ સ્વરૂપ જગદંબા
મારુ હૈયું રટે અંબા અંબા
માટીનો ગરબો ને ગરબામાં કોડિયું
આછુ અજવાળું રે લોલ
તનના ઘડુલામાં આતમનો દીવડો
એ જ્યોતે અંબા પરખાય
મારુ હૈયું રટે અંબા અંબા
માટીના ગરબામાં માટીનું કોડિયું
ખૂટે તેલ દીપ ઓલવાય
માટીમાં માટી ને જ્યોતિમાં જ્યોતિ
જાણું છું ત્યાં પાછું જાય
મારુ હૈયું રટે અંબા અંબા
--------------------------------

પ્રકૃતિ ના આ સૌંદર્ય દર્શન એજ પ્રભુ સોગાત;

પતંગિયાની પાંખમાં ને હરણાંની આંખમાં ,
જોઈ મેં તો સુંદરતા તારી ..

કોયલના ગાનમાં ને સાવજની શાનમાં
ભાળી તારો પ્રેમ ગઈ વારી ..

ઓલા તમરાનો શોર અને પંખીનો કલશોર,
કેવી પ્રકૃતિ સર્જી તેં પ્યારી ..

ફૂલોની ફોરમ ને માટીની સોડમ ,
આ કુદરત લાગે કામણગારી ..

વૃક્ષો લીલાછમ ને પર્ણો પર ‘શબનમ’
આ તે કેવી સુંદર કલાકારી !!!!


------------------------


છે તું પૂરણ જ્યોત માંડી 

હું તો તારો અંશ 

જોજે જ્યોતિ ઝંખવાય નહીં 

અરજી આ મારી માવડી તને બસ 


અંધારા ઉતરે ને  મારગ કળાય નહીં 

ભૂલો પડયો હું તો આ ભવરણમાં 

તારા મંદિરિયે નાખું છું ધા 

અરજી મારી સાંભળજે આ 


ભક્તિના કોડિયામાં પૂરજે શ્રદ્ધાનું તેલ 

વિશ્વાસ મારો સાધનામાં રહે ઉમંગભેર  

જ્યોત  જે પ્રગટી  તારી જ્યોતમાંથી 

જોજે એ જ્યોતિ ઝંખવાય નહીં કદી 


----------------------

વીતી નવલાં નોરતાની રાત 

માઁ એ પાડી કંકુ પગલાંની ભાત 

વંદન કરું એને નમી નમી 


માંડી  તું તો જ્યોતિ સ્વરૂપ 

સમાયાં છે મુજમાં  કૈંક દૈત્ય તણાં રૂપ

દૂર કરો  એ તમામ દમી દમી  

એજ મારે મન સાચી વિજયા દસમી 


રાવણ રોળી અહંકાર ઓગાળ્યો 

સારા સંસ્કાર 

એ જ પુરવાર થયા સાચા શસ્ત્રો  

સ્નેહ સભર વાચા થકી 

આવો ઉજવીએ વિજયા દસમી 


દશમી દસ અવતાર જય વિજયા દસમી 

રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો માઁ.......

ૐ જયો જયો માઁ જગદંબે 


ચાલો 


ગૌરેશ 


સાચે જ....સૃષ્ટિના દરેક પદાર્થો કંઈક શીખવે છે


-----------------------


મારો હાથ ઝાલીને હરિ લઈ જાય,

રંગ-રંગીલા અવકાશે !

મલકીને  દેખાડે,

લય-વિલયની રંગોળીઓ !


મારો હાથ ઝાલીને હરિ લઈ જાય,

વહેતા ઝરણાંએ !

મલકીને  સંભળાવે,

રણઝણતી ઘૂઘરીઓ !


મારો હાથ ઝાલીને હરિ લઈ જાય,

ફૂલોના  ઉપવને !

મલકીને સુંઘાડે,

મધમધતી સંબંધ ક્યારીઓ !


મારો હાથ ઝાલીને હરિ લઈ જાય,

ગોચર-અગોચર કેડીએ !

 મલકીને સ્પર્શાવે,

આતમ-પરમાતમની  જ્યોતિઓ !


---------------------------------



મુકામ પોસ્ટ પ્લેનેટ,

દિવાળી એ પોતાનાઓ સાથે જોડાઈને ઉજવવાનો ઉત્સવ.

પણ જો હાલના સંજોગોમાં કોવિડ-19 તમને એકબીજાનાં ઘરે જતાં રોકી શકે . પણ અમારી પાસે એક રસ્તો છે તહેવારને લાગણીસભર બનાવવાનો.


એકબીજાનાં ઘરે જતાં કોવિડ-19 રોકી શકે પણ કોવિડ-19 એકબીજાને પત્ર લખતાં તો કેવી રીતે રોકી શકે...?                   આતો ખાસ સમય છે પત્રો લખવાની જૂની પરંપરાને સજીવન કરવાનો, સ્વજનોને એક કાગળ તો તમે ગમે ત્યારે .....અરે...!અત્યારે પણ લખી જ શકો છો. 


તમારાં મનની વાત (સારી કે ખોટી - ટીકા ટિપ્પણી / સૂચન)  જે તમારે અમને કે કોઈ પણ સભ્યને કહેવી હોય તે મોકલી આપો

તમારી લાગણી તમારા પત્રો સ્વરૂપે


સરનામું : 

કલબ હાઉસ 

રાજેશ્વર પ્લેનેટ  

હરણી એરપોર્ટ રોડ,

વડોદરા 


Address:

Jalso

A/121, Siddhivinayak towers, near Kataria Automobiles, B/H Adani CNG pump, Sarkhej Gandhinagar highway, Makarba, Ahmedabad -380051


જલસો

એ/૧૨૧, સિદ્ધિવિનાયક ટાવર્સ, કટારિયા ઓટોમોબાઇલ્સ પાસે, અદાની CNG પંપ પાછળ, સરખેજ ગાંધીનગર હાઈવે, મકરબા, અમદાવાદ - ૩૮૦૦૫૧


------------


પ્રવૃત્તિ, પદવીઓની પેલે પાર


ફરી એકડો ઘૂંટીશ, કક્કો લખીશ પાછો 

જૂનું બધુંયે નવી રીતથી ભણીશ પાછો 

ઘણુંય કાચું રહી ગયું છે એ હવે જણાયું 

બધું ફરીથી બહુ જ પાકું કરીશ પાછો 

ઘણીય વેળા ઉઠાં ભણાવી ગયા છે લોકો 

બધા જ ઘડિયા બધા દાખલા ગણીશ પાછો 

જૂની પુરાણી નિશાળ છે ને હું પણ છું જૂનો 

જૂની કવિતા ઉભો ઉભો ગણગણીશ પાછો 

બધી સામાજિક પદવીઓ ત્યાગી છોડીશ 

તો જ 

પતંગ સાથે ગગનમાં ઉંચે ઉડીશ પાછો