ના આવતું


अहमदाबाद देखी 

सुरेश गिरी 

शंकर शाही  ८२१९६७९८०९ 


એ દરમ્યાન 

પણ સાથે સાથે જરૂર કહીશું કે 

જીવનમાં ફરી કદી 2020ના વર્ષના જેવું વર્ષ 

કદી કોઈને પણ જોવા અનુભવવા ના મળે.......

ખૂબ ખુબ કઠણાઈઓ, હેરાનગતિઓ વાળું 

2020 વર્ષ 

ના આવતું  ના આવતું   કદી ના આવતું

જલ્દી જા જલ્દી જા અને ફરી કદી ના આવતું 

ટવેન્ટી ટવેન્ટી વિદાય કરવી અમારે જલ્દી જલદી 

ટવેન્ટી ટવેન્ટી વન, તું આવ જલદી જલદી  


ટવેન્ટી ટવેન્ટી,

આંસુ જોયાં, આંસુ લ્હોયાં , 

ભૂખનાં દુ:ખે કેટલું રોયાં 

રોજી રોટી ગઇ કોઇની 

કોઇએ પોતાનાં ને ખોયાં 

       તારી ઘાતકી ચાલ જગતમાં કોઇને ના સદી 

       એટલે જ 

       ટવેન્ટી ટવેન્ટી વન , તું આવ જલદી જલદી  


ટવેન્ટી ટવેન્ટી,

ઘર ને ઘરનાંનો સથવારો

ક્યાપો  કપરો પંથ અમારો 

હૂંફનો મહિમા પણ સમજાયો 

ભયને આપી શક્યા જાકારો 

             માનવતા ભૂલાઇ ને જોઇ સ્વાર્થની બદી 

             એટલે જ

            ટવેન્ટી ટવેન્ટી વન, તું આવ જલદી જલદી  


ટવેન્ટી ટવેન્ટી

દોડયાં ભાગ્યા થાક્યા ને હાર્યા 

તોયે ઘર તોરણે  શણગાર્યા 

નવું વર્ષ ઉરે ભરશે હર્ષ ઉમંગ 

એ આશાએ થઈશું કટિબદ્ધ 

          સુખની વહેતી આવે નવલી નવવર્ષની  નદી.. 

           એટલે જ

            ટવેન્ટી ટવેન્ટી વન, તું આવ જલદી જલદી  

-----------------------------------------


સહુને માટે પ્રેમ છલકતો 

રહેજો વરસોવરસ ,       

મહિનો માસ દિવસ નહી કેવળ 

પળ પળ વીતે  સરસ 

        

મોટપણે સમજાયું આપણે 

મનને ગમતુ મળે નહી તો 

ના કરીએ અફસોસ 

નવા વરસમાં કરીએ  મહેનત 

પળનો કાઢીએ કસ 

આવેલી તક ઝડપી લઇએ 

દિલથી કહીએ Yes !⏳

મહિનો માસ દિવસ નહી કેવળ

પળ પળ વીતે સરસ 


ખભો આપણો , ઝોળો આપણો , 

આપણી છે મહેનત 

પ્રયત્ન કરીએ થાક્યા વિના 

ને રહીએ કોશિશરત  

અડચણ આવે અનેક પણ 

ના થઇએ ટસના મસ 

વિઘ્નો છોને લાખ આવતા 

ના કહીએ કે બસ 

મહિનો માસ  દિવસ નહી કેવળ ગૌરાંગ પંચાલ 

પળ પળ વીતે સરસ

                - તુષાર શુક્લ

ગૌરાંગ પંચાલ 

રેશ્મા પંચાલ 

વર્ષ 2021નું આગમન 

----------------------

નવું વર્ષ સૌનું શુભ રહે 


ઉમ્મીદોનો મનમાં નવો ફળ આવે 

ખુશીઓ આંગણે ઝૂમતી ચાલી આવે 

આ જીવતર ઉપર કંઈક નવું વહાલ આવે 

એ રીતે તમારું નવું વર્ષ આવે 

મળે ના કોઈને જખમ કોઈ બીજા 

ક્ષમાથી ઊંચો નથી કોઈ ધરમ બીજો 

સમયથી સારો નથી મલમ કોઈ બીજો 

નવા દિને  ગુલાબી લઇ ગાલ આવે

એ રીતે આપણી નવી સાલ આવે 

નવા  સાલમાં પહેલા જેવા ન રહેશો 

નવા સાલમાં કંઈક સંકલ્પ લેશો 

નવા સાલમાં ભોળપણથી પ્રવેશજો 

જે રીતે જગતમાં નવું બાળ આવે 

એ રીતે આપણી નવી સાલ આવે 

---------------------------------

ગૌરેશ 

અંધારૂ   બધું   ઊલેચુ  કેવી રીતે ?
નભમાં   કાણું    પાડુ  કેવી રીતે ? 
ઘુવડ   સમાન  દિવસોને  કાપું 
જર્જરિત   વૃક્ષને   કાપુ  કેવી રીતે ? 
ઝાકળ   ચાટીને   દિવસો   કાઢું 
મૃગજળ  ખોબામાં  ભરું કેવી રીતે ?
લખતો રહું કે કાયમ બોલતો રહું 
પણ કડવું   સત્ય કહેવું   કેવી રીતે ? 
બસ આ બધી  લપમાં હવે નથી પડવું,
પણ પકડેલું    પૂંછડું ,  છોડુ કેવી રીતે ? 

કહું 

અંધારૂ = અજ્ઞાન , પકડેલું પૂંછડું = માયા