આપણી પાસે કેટલાં છે એ મહત્વનું નથી 

પણ, કેટલાં આપણાં કામમાં આવે છે એ મહત્વનું છે 

ગૌરેશ 

હાથ જોડી બંદગીમાં માંગુ એટલું 

એક ખોબામાં આવી શકે જેટલું 

પાત્રતા ના હોય તો વિકસાવવી પડે પ્રથમ 

એ પછી સમજાય આખરે માંગવાનું  કેટલું 


નીંદરની ચાદર હટાવે ઝાડવાંના કલરવો,

હોય સર્વત્ર સુગંધી જ્યાં સવારો,

એવું નવ ગૃહ આપ સૌને ફળે.


મંદિર જેવી શાંતિ સાંપડે જ્યાં તમ સૌને,

ચડતો રહે જ્યાં તમારો સિતારો,

એવુ નવ ગૃહ આપ સૌને ફળે.


સ્નેહી શ્રી 


નવગ્રુહ પ્રવેશ પ્રસંગ નિમીત્તે શુભ કામના


* ગૌરાંગ પંચાલ * 

*રેશ્મા પંચાલ * 


ઉપરનાં ઉધામા હવે શાંત છે.
ભીતરની સરવાણી આબાદ છે.
ખરતો તારો આભથી,
જાણે કેમ ક્યાં ખોવાયો ?
જગમગતો એ દીવડો,
જાણે કેમ ન જણાયો ?

આગ ઝરતી વેદના શીખવે છે.
ઉઘડતા સૌ દ્રશ્ય રસલ્હાણ છે.
ભીતરની સરવાણી આબાદ છે

નવા મટકા
જુના ઘડાને પૂછે
કેમ છો તમે?


તાપ છે માથે
ઘડા છે સાથે
પનિહારી તૃષા ભાંગે


રેતીના રણે 

એક મીઠો વિરડો 

તરસ ભાંગે 


કૂવાને કાંઠે 

પનિહારી બેલડી 

હૈયા ઠાલવે 



કૂવા કાંઠલો 

રળિયામણો લાગે 

હૈયાની હૂંફે 






રણ માંહેથી 

ઉલેચે ઠંડા નીર 

ધરતી માતા 



માથે ધગ ધગતું આભ 

ભર બપોરનો એ તાપ 

એક બાળ ને બે નાર 

ભરે નીર કૂવાને  કાંઠ 

કૂવા કાંઠે છે ઝાડ 

તે પણ સુકુ ભઠ 

એને જ તો કહેવાય રણ 



શબ્દોની આંખે
પુસ્તકની પાંખે...
શરૂ થઈ વિશેષ યાત્રા
થંભી ગયો...થાક ને
મળી ગઈ નવચેતના

ગ્રંથ ખોલતા મનની ગ્રંથીના
દૂર કરે સૌ બંધન,
હે પુસ્તક, તને વંદન.

વિદ્યાદાયિની,
મા સરસ્વતી કેરો તું પ્રસાદ,
વાદ વિવાદને અંતે રચે ,
તું જ અજબ સંવાદ.


જીવન 


બફારાનું મારણ બાફલો! જી, હા. બાફલો*. આજે આડત્રીસ ડીગ્રી અને મંદ પવન વચ્ચે સોસાયટીના સભ્યોની અન્નનળીમાં એક શીતળ પીણું દડદડ્યું, વાતાવરણમાં પલ્ટો આવ્યો ને હરખની હેલી ચડી.
સત્કાર રૉ હોઉસીસ માટે સંવાદને સથવારે નો બીજો શનિવાર. આશરે ત્રીસ જેટલા સભ્ય સાથીદારો 'કેમ છો'નો માહોલ બંધાયો. સંવાદને સથવારેના પાયામાં જે છે તે ગૌરાંગભાઈ સતત બીજી વખતના આજના આ કાર્યક્રમમાં હાજર રહ્યા તે સૌ મિત્રો માટે આનંદની વાત છે. આજનો આ કાર્યક્રમ સોસાયટીના ક્લબ હાઉસને બદલે અહીં દીપિકા ગાર્ડનમાં આયોજીત કરવાની ભલામણ પણ તેમણે જ કરી હતી. આ ઉપરાંત આજના આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સોસાયટી વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશ પ્રભુ સામાજિક પ્રસંગે વડોદરા આવ્યા હતા અને તેઓશ્રીએ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાંની વાત સ્વીકારી એ માટે આપણે સૌ એમના આભારી છીએ. શ્રી રમેશ પ્રભુએ એમનો અમૂલ્ય સમય ફાળવીને આપણને સૌને સોસાયટીને લગતાં કેટલાંક કાયદાકીય તેમજ વ્યવહારીક પ્રશ્નોની છણાવટ કરી ખૂબજ ઉપયોગી માહિતી આપી તે માટે ખૂબ ખૂબ રાજીપો........

સોસાયટીના મેમ્બર દિગન બુચનાં સુપુત્રી નીશીને એમ.ટેક. (એન્વાયરન્મેન્ટ એન્જિનિયરિંગ)માં બે ગૉલ્ડમેડલ મળ્યા હોવાની સિધ્ધિને તાળીઓનાં ગડગડાટ સાથે સર્વ સભ્યોએ વધાવી લીધી. હાલ નાની ઉંમરે જીઈબીમાં વડોદરા ખાતે સેવા આપતી નીશીને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા.
*બાફલો.....પારૂલ-દિવ્યેશની જોડીએ આજે દાઢને ગાંડી કરી. બાફલો એટલે બાફેલી અધકચરી કાચી કેરીનો પલ્પ, ગોળ અને ચાટ મસાલાનું પીણું નહીં ઠંડું નહીં ગરમ પીણું. સિમ્પલ! પણ સાચી રસિપી તો આવડે એને આવડે! ગોળ પાપડી જેવું! ઘી ગોળ અને લોટ હોય પણ બનાવવાનો જાદુ ન આવડે તો તો માત્ર ઢેફૂં જ ...! બાફલો પહેલે ઘૂંટડે દાઢે વળગે ને પછી ઘૂંટડે ઘૂંટડે અમૃત! આજનાં બ્રન્ચનું આ ડ્રિન્ક ઘેર ઘેર બનશે એ નક્કી. સાથે હતાં વાટી દાળનાં ખમણ. અમદાવાદનાં દાસ ખમણવાળાના ખમણ પણ ભૂલી જઈએ તેવા જલારામના ખમણ...અને સાથે સાથે સૂંવાળાં સ્વાદિષ્ટ દહીં વડાં. પેઢાંથી ભાંગે એવાં પોચાં.

ખરી મજા તો આ બધું એકદમ નિખાલસ માહોલમાં, હસાહસી અને આંખમાં ચમક સાથે વાતો કરતાં કરતાં માણવાની, બાકી સ્વાદિષ્ટ ફૂડ તો બધે મળે.
વાતોનો દોર ખાસો લાંબો ચાલ્યો ........અને અગિયાર ક્યારે વાગી ગયા એ ખબર જ ન પડી.
માસ્ક લગભગ ગયા, ભય ઓછો થયો છે ........
ફરી આવતા મહીને મળવાનું નક્કી કરી સૌ મિત્રો છૂટા પડ્યા.
બસ, વહેલો આવે મે મહિનાનો બીજો શનિવાર........

તા. 23-04-2022 ......શનિવાર