રેશ્માબેન ગૌરાંગભાઈ પંચાલ 

બી-1, સગુન પ્લાઝા ફ્લેટ્સ,

વસ્ત્રાપુર, અમદાવાદ 

તા. 24-06-2022

પ્રતિ,


ચેરમેનશ્રી વાડીલાલ સતવારા, 

સેક્રેટરી શ્રી જયપાલ ઝવેરી.

વિષય : દ્રઢ અને કાયદેસરની વહીવટી કમિટીની બાબતે

તા. 19/06/2021 ને રવિવારના રોજ અગાઉથી જાણ કર્યા મુજબ આપણી સગુન પ્લાઝા સોસાયટીના સભ્યોની વિશિષ્ટ સામાન્ય સભા સાંજે 6-30 કલાકે સોસાયટીના કોમન પ્લોટમાં મળી હતી. અને સદરહુ સભામાં થયેલ કાર્યવાહી અંગેની માહિતી આપશ્રીએ મોકલેલ પરિપત્ર દ્વારા મળી. 

સદરહુ પરિપત્રમાં જણાવ્યા મુજબ સદરહુ વિશિષ્ટ સભામાં અગાઉથી જાહેર કરેલ એજન્ડા મુજબ સોસાયટીની નવી વહીવટી કમિટીની રચના કરવામાં આવી જેના અનુસંધાને નીચે જણાવેલ વ્યક્તિઓને વહીવટી કમિટીમાં સામેલ કરવામાં આવ્યા .

 

01) શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય (A - 101)   06) શ્રી હર્ષભાઈ ઠક્કર (D - 102)

02) શ્રી અંકિત દવે  (A - 304)            07) શ્રી માધવભાઈ સોની (D - 301)

03) શ્રી મિત જોશી  (A - 302)           08) શ્રીમતિ પ્રિયાબેન ખત્રી (E - 102)

04) શ્રી રાજીવભાઈ ત્રિવેદી (B - 304)     09) શ્રીમતિ મધુબેન પટણી (E - 04)

05) શ્રી અમિતભાઇ જડીયા (C - 103)         

 

ઉંડાણથી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે સોસાયટીના દરેક બ્લોકની સીડી પાસે જે તે બ્લોકના ફ્લેટના સભ્યોની નામાવલી મુકવામાં આવી છે, નામાવલીને  નવી વહીવટી કમિટીના સભ્યોના નામો સાથે સરખાવતાં એવું જણાય છે કે વહીવટી કમિટીની રચના કરવામાં કોઈ અગમ્ય કારણોસર શરતચૂક થઇ છે.

 

ઉપરોક્ત નિમાયેલ કમિટીના સભ્યોમાંથી કેટલાંક નામો સોસાયટીના દરેક બ્લોકની સીડી પાસે મુકવામાં આવેલ નામાવલીમાં જણાતાં નથી.

જે નામો બ્લોકની સિડી પાસેની નામાવલીમાં જણાતાં નથી તે વ્યક્તિઓ જે તે ફ્લેટના સંયુક્ત માલિક હોઈ શકે, પરંતુ સોસાયટીના શેર સર્ટિફિકેટમાં પ્રથમ નામ ધરાવતા ન હોઈ અથવા જે તે ફ્લેટના માલિક હોવાને કારણે સોસાયટીના શેર સર્ટિફિકેટના ધારક ન હોઈ શકે અને તેથી જ તેઓના નામ સોસાયટીના દરેક બ્લોકની સીડી પાસે મુકવામાં આવેલ નામાવલીમાં જણાતાં નથી. 

કાયદાના પેટા નિયમો(Bye laws) ની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ કે શખ્સ વહીવટી સમિતિના સભ્ય તરીકે ચૂંટાવા અથવા નિમણૂંક કરવા લાયક રહેશે નહીં, જો :

a) તે / તેણી મકાનની/ફ્લેટની માલિકી ધરાવતી  હોય....

b) તે / તેણી સોસાયટીનો શેર ધરાવતા હોય અર્થાત સોસાયટીનો શેર તેના/તેણીના નામે ના હોય અથવા ઈન્ડેક્સ ((અનુક્રમણીકા નં. 2)માં તેનું /તેણીનું નામ ન હોય....

c) એસોસિએટ સભ્યના કિસ્સામાં પેટા નિયમો હેઠળ સૂચવ્યા મુજબ  જો નો-ઓબ્જેકશન રજુ કરવામાં ના આવે તો અર્થાત સોસાયટીનો શેર એક કરતાં વધુ વ્યક્તિઓના સંયુક્ત નામે હોય તેવા કિસ્સામાં પ્રથમ નામના ધારકની જો લેખિત મંજૂરી રજુ કરવામાં ના આવે તો.....

 (બીજા વધુ સંબંધિત મુદ્દા bye laws માં જણાવ્યા મુજબ)

મુદ્દાઓને ધ્યાનમાં લેતાં સોસાયટીની નવીરચાયેલ વહીવટી સમિતિના કેટલાંક  સભ્યોની કાયદેસરતા તથા યોગ્યતા વિશે પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.

આપશ્રીએ મોકલેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ સોસાયટીની સદરહુ વિશિષ્ટ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં સરકારશ્રીએ રહેણાંક સોસાયટી તેમજ સંગઠનોના લાભાર્થે બનાવેલ કાયદા/નિયમોનું તદ્દન ઉલ્લંઘન થયેલું જણાય છે. 

ઠરાવ નં. (2) ફ્લેટ ઓનર/સભ્યના કેન્સેન્ટથી, ઑનર/સભ્યના પરિવારના સદસ્ય જે સગુન પ્લાઝામાં રહેતા હોય, એ વહીવટી કમિટીના મેમ્બર બની શકશે અને કમિટીની મિટિંગમાં સહિયારો નિર્ણય લેવા સમર્થ રહેશે.  


સદરહુ વિશિષ્ટ સામાન્ય સભાની નોટિસના એજન્ડા ઉપરોક્ત ઠરાવ વિશે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. 

જે વ્યક્તિઓ સરકારશ્રીએ બનાવેલ કાયદા/નિયમો અનુસાર યોગ્યતા ધરાવતાં ન હોઈ તેઓને સોસાયટીની વહીવટી સમિતિમાં દાખલ કરવા કે સમાવવા ઉપરોક્ત ગેરવ્યાજબી તેમજ ગેરકાનૂની ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. સોસાયટીની સભામાં બહુમતીથી પસાર કરવામાં આવતાં ઠરાવો સરકારશ્રીએ બનાવેલ કાયદા/નિયમોની મર્યાદામાં હોવા જરૂરી છે. આથી કરીને ઉપરોક્ત ઠરાવ નં. 2 રદ થવાને પાત્ર છે.



સોસાયટીના બહુમતિ સભ્યો આપણા સગુન પ્લાઝા સોસાયટીનો સર્વગ્રાહી વિકાસ થાય એમ ઈચ્છા ધરાવે છે અને એ માટે રીડેવેલોપમેન્ટ - સેલ્ફ રીડેવેલોપમેન્ટ - સમગ્ર સોસાયટીની જમીનના વેચાણ જેવા અનેક વિકલ્પોની સઘન ચર્ચાની દિશામાં હકારાત્મક પગલાં લેવાય એમ ઈચ્છે છે. 

આ સંજોગોમાં સોસાયટીની વહીવટી સમિતિના કોઈ પણ સભ્ય, વહીવટી સમિતિના સભ્ય થવાને કાયદેસરની યોગ્યતા ધરાવતાં ન હોય તો તેઓને સમગ્ર સોસાયટીની કોઈ પણ સ્થાવર મિલ્કત સંબંધિત નિર્ણયો લેવાની સત્તા કે અધિકાર આપવામાં આવશે તો તે

ગેરકાનૂની તથા અમાન્ય /અસ્વીકાર્ય રહેશે.  

સોસાયટીના વિકાસકીય કાર્યોની સફળતા માટે સોસાયટીની વહીવટી સમિતિમાં કાયદાની રૂઇએ યોગ્યતા ધરાવતાં સભ્યો જ વહીવટી સમિતિમાં સત્તાધીશ તેમજ અધિકારી રહે એવી વ્યવસ્થા કરવા આપશ્રીને નમ્ર વિનંતી..... 

આપશ્રીને  યાદ કરાવવાનું કે વહીવટી સમિતિના સભ્યોની  કાયદેસરની યોગ્યતાના ઉપરોક્ત વિષયના સંદર્ભે તા. 26-06-22ને રવિવારના રોજ આપ ચેરમેનશ્રી તેમજ સેક્રેટરીશ્રીનું  મૌખિક વાતચીત દરમ્યાન મારા તથા  ઉદયન પટેલ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે આપ બંન્ને મહાનુભવો દ્વારા  બે દિવસમાં પગલાંલઇ સુધારો કરવામાં આવશે એવી બાંહેદરી પણ અમોને આપવામાં આવી હતી 




સોસાયટીના સભ્ય તરીકે ઉપરોક્ત વિષયે આપશ્રીનું ધ્યાન દોરવું  મારી ફરજ છે એમ સમજી આપશ્રીને  પત્ર લખેલ છે

ઉપરોક્ત પસાર કરેલ ઠરાવ નં. 2 તથા વહીવટી સમિતિના સભ્યોની યોગ્યતાના વિષયના અનુસંધાને સ્પષ્ટ લેખિત ખુલાસો 15 દિવસમાં આપવા આપશ્રીને નમ્ર વિનંતી .... 


આ પત્રનો ઉદ્દેશ સોસાયટીના વિકાસકીય (રીડેવેલોપમેન્ટ/સેલ્ફ-રેડેવેલોપમેન્ટ,સમગ્ર સોસાયટીની જમીનનું વેચાણ જેવા અનેક વૈકલ્પિક) કાર્યોમાં અવરોધ ઉભો કરવાનો જરાય નથી. 

સોસાયટીના તમામ વિકાસકીય કાર્યોમાં સરકારશ્રી દ્વારા બનાવેલ કાયદા તેમજ નિયમોનું પાલન કરી લેવાતા દરેક પગલામાં મારો સંપૂર્ણ સાથ સહકાર હશે. 

 


(પાછળ)

સોસાયટીના કેટલાંક સભ્યોની માંગણી અનુસાર સદરહુ સભામાં સોસાયટીના રીડેવેલોપમેન્ટ અથવા સોસાયટીની સમગ્ર જમીનના વેચાણ બાબતે ચર્ચા કરી દિશામાં હકારાત્મક પગલાં લેવાના શરુ કરવામાં આવ્યા તે ખૂબ આનંદદાયક છે.

 

પરંતુ રીડેવેલોપમેન્ટ કે સમગ્ર સોસાયટીની જમીન વેચવાના સંજોગમાં વહીવટી કમિટીનો કોઈપણ સભ્ય સોસાયટીના શેરનો ધારક નહીં હોય તો તે સભ્ય સોસાયટીનું પ્રતિનિધિત્વ કરી શકશે નહિ કારણ કે કાયદાની રૂએ સોસાયટીના શેરનો ધારક હોય તેવા સભ્યો જો કોઈ ડેવેલોપર કે બિલ્ડર સાથે વાટાઘાટો કરે તો તે સમગ્ર વાટાઘાટો બિનકાયદેસર ગણવામાં આવે.

સોસાયટીના રીડેવેલોપમેન્ટ અથવા સોસાયટીની સમગ્ર જમીનના વેચાણ જેવી યોજનાની સફળતા માટે સોસાયટીની વહીવટી સમિતિમાં કાયદાની રૂએ યોગ્યતા ધરાવતા સભ્યો રહે એવી વ્યવસ્થા કરવાં આપશ્રીને નમ્ર વિનંતિ ......

 

સોસાયટીના સેક્રેટરી તરીકે ઉપરોક્ત વિષયે આપશ્રીનું ધ્યાન દોરવું મારી ફરજ છે એમ સમજી આપશ્રીને પત્ર લખેલ છે.

 

નકલ રવાના : Registrar of Societies  

                                              સગુન પ્લાઝા ફ્લેટ ઓનર્સ એસોસિએશન

                                                                   

                                                                                                                     સેક્રેટરી


કિશોરભાઈ ભરૂચા 

તા. 19/06/2022 ને રવિવારના રોજ સોસાયટીના સભ્યોની જે ખાસ સામાન્ય સભા મળેલ હતી. સદરહુ સભામાં સર્વાનુમતે નવા નિમાયેલ સોસાયટીના ચેરમેન શ્રી વાડીલાલ સતવારાને સગુન પ્લાઝા સોસાયટીના હિસાબી સાહિત્ય પેટે સોસાયટીના પૂર્વ ચેરમેન શ્રી નિપેશભાઈ પટેલ તથા પૂર્વ સેક્રેટરી શ્રી ઉદયન પટેલે  નીચે મુજબના દસ્તાવેજ સુપ્રત કરેલ છે.

1. પેટી કેશનો હિસાબ (તા. 1-4-22 થી 19-6-22 સુધીનો)

2. પેટી કેશ રૂ. 25000/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા)

3. સગુન પ્લાઝા એસોસિએશનની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાની ચેક બુક 

    (ચેક નં. 244690 થી 244710)

4. સગુન પ્લાઝા એસોસિએશનની AMCO Bank ના ખાતાની  ચેક બુક 

    (ચેક નં. 000089 થી 000135)

5. સગુન પ્લાઝા એસોસિએશનની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાની પાસબુક 

6. સગુન પ્લાઝા સોસાયટીના સિક્કા નંગ . 3.


 આપનાર : 1. ___________________________  લેનાર ____________________________

                       (શ્રી નિપેશભાઈ પટેલ)                                   (શ્રી વાડીલાલ સતવારા)

                2. ___________________________

                        (શ્રી ઉદયનભાઈ પટેલ) 

એ-201


ઉદયન બાબુભાઇ પટેલ 


જસવંતસિંહ  વાઘેલા 


---------------------------------

"સત્યમ ફાઇલ્સ" નાટકનો ડાયલોગ 

બાંકડો બોલ્યો :

સોસાયટીનો સાર્વજનિક હું બાંકડો 

સહયોગ સાંપડે મારો સૌને ફાંકડો 

સૌના પ્રયોગનો ખુલ્લો દિલાવર હું બાંકડો 

સૌના શબ્દોને સાચવનાર હું બાંકડો  

ગૃહસ્થોની ઘરોઘર વ્યથાનો સંગ્રાહક હું બાંકડો 

ભલે હોઉં હું લાકડાનો બાંકડો 

પણ હવે નથી હું રાંકડો ને સાંકડો 

મારા અસંગ એકાંતનો મેળવી લીધો 

અંતે મેં કેવો આંકડો ?


------------------------------


વહીવટી કમિટીમાં કરેલ ફેરફાર બાબતે 


સોસાયટીના ચેરમેન તથા સેક્રેટરી તરફથી મોકલાયેલા પરિપત્ર દ્વારા જણાવાયું હતું કે "તા.19-06-22 ને રવિવારના રોજ સગુન પ્લાઝા સોસાયટીના સભ્યોની ખાસ સામાન્ય સભામાં નીચે મુજબના સભ્યોને  વહીવટી કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે  તથા ઠરાવ નં. 2 પસાર કરવામાં આવ્યો છે."  

01) શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય (A - 101)   06) શ્રી હર્ષભાઈ ઠક્કર (D - 102)

02) શ્રી અંકિત દવે  (A - 304)            07) શ્રી માધવભાઈ સોની (D - 301)

03) શ્રી મિત જોશી  (A - 302)           08) શ્રીમતિ પ્રિયાબેન ખત્રી (E - 102)

04) શ્રી રાજીવભાઈ ત્રિવેદી (B - 304)     09) શ્રીમતિ મધુબેન પટણી (E - 04)

05) શ્રી અમિતભાઇ જડીયા (C - 103) 

ઠરાવ નં. (2) ફ્લેટ ઓનર/સભ્યના કેન્સેન્ટથી, ઑનર/સભ્યના પરિવારના સદસ્ય જે સગુન પ્લાઝામાં રહેતા હોય, એ વહીવટી કમિટીના મેમ્બર બની શકશે અને કમિટીની મિટિંગમાં સહિયારો નિર્ણય લેવા સમર્થ રહેશે.  

તા. 19-06-2022ના રોજની સામાન્યના ઉપરોક્ત નિર્ણયોમાં કાયદેસરની યોગ્યતા બાબતે કોઈ અગમ્ય કારણસર ક્ષતિ થઈ હોવાને કારણે તા. 01-07-22ને શુક્રવારના રોજ વહીવટી કમિટીની સભા મળી હતી અને સદર સભામાં થયેલ ચર્ચા અનુસાર ઠરાવ નં. 4 પ્રમાણે નીચે મુજબ વહીવટી કમિટીના સભ્યોની યાદી અપડેટ કરવામાં આવી છે તથા ઠરાવ નં 2માં ફેરફાર કરી નીચે મુજબ ઠરાવ નં. 4 પસાર કરવામાં આવ્યો છે  એમ સોસાયટીના ચેરમેન - સેક્રેટરી દ્વારા બીજા પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું. 

01) શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય (A - 101)   06) શ્રી વિનોદભાઈ ઠક્કર (D - 102)

02) શ્રી અંકિત દવે  (A - 304)            07) શ્રી વિ. એલ. સોની (D - 301)

03) શ્રીમતી જિગીષાબેન જોશી  (A - 302)   08) શ્રીમતિ પ્રિયાબેન ખત્રી (E - 102)

04) શ્રી રાજીવભાઈ ત્રિવેદી (B - 304)     09) શ્રીમતિ મધુબેન પટણી (E - 04)

05) શ્રીમતી સુનીતાબેન જડીયા (C - 103) 

ઠરાવ નં.  4 :


સરકારશ્રીએ (રાજ્ય તેમજ કેન્દ્રીય) બનાવેલ કાયદા / નિયમો / પેટાનિયમો મુજબ સોસાયટીમાં કે અન્ય કોઈ પણ સંગઠનમાં તેના સભ્યોની સામાન્ય સભા સર્વોપરી છે. અને એ અનુસંધાને સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો કે પસાર કરવામાં આવેલ ઠરાવોમાં ફેરફાર કરવાની સત્તા અને અધિકાર જે તે સોસાયટી / સંગઠનના સભ્યોની સામાન્ય સભાને જ છે. સોસાયટી  / સંગઠનના સભ્યોની સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયો કે પસાર કરવામાં આવેલ ઠરાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા કે અધિકાર જે તે સોસાયટી /  સંગઠનની વહીવટી કમિટીને નથી. 



સદરહુ તા. 19-06-2022ના રોજની સામાન્ય સભામાં પસાર કરવામાં આવેલ ઠરાવ નં. 2 તથા તેમાં ફેરફાર કરી તા. 01-07-2022ના રોજની કમિટીની સભામાં  (જેમાં કેટલાંક સભ્યો કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય છે) પસાર કરવામાં આવેલ ઠરાવ નં. 4 રહેણાંક સોસાયટીના સભ્યો  તથા સોસાયટીના વહીવટ બાબતે સરકારશ્રીએ બનાવેલ કાયદા / નિયમો / પેટાનિયમોનું ઉલ્લંઘન કરે છે. 

કોઈ પણ વ્યક્તિ પોતાની માલ/મિલકતના વહીવટ કરવા અર્થે પોતાને યોગ્ય જણાતી હોય તેવી બીજી  વ્યક્તિને સંપૂર્ણ કે આંશિક સત્તા કે અધિકાર સરકારશ્રીએ બનાવેલ કાયદાઓની મર્યાદામાં રહીને આપી શકે, પરંતુ સહિયારી / મજિયારી માલ-મિલકતના વહીવટ માટે કોઈ એક વ્યક્તિ કોઈ પણ પ્રકારનો નિર્ણય લઇ શકે નહિ. આથી કરીને તા. 01-07-2022ના રોજની વહીવટી કમિટીના નિર્ણયોની કાયદેસરની યોગ્યતા વિશે પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. 


સોસાયટીના સભ્ય તરીકે ઉપરોક્ત વિષયે આપશ્રીનું ધ્યાન દોરવું  મારી ફરજ છે એમ સમજી આપશ્રીને  પત્ર લખેલ છે. ઉપરોક્ત વિષયના અનુસંધાને સ્પષ્ટ લેખિત ખુલાસો 15 દિવસમાં આપવા આપશ્રીને નમ્ર વિનંતી.





ઉપરોક્ત પસાર કરેલ ઠરાવ નં. 2 તથા વહીવટી સમિતિના સભ્યોની યોગ્યતાના વિષયના અનુસંધાને સ્પષ્ટ લેખિત ખુલાસો 15 દિવસમાં આપવા આપશ્રીને નમ્ર વિનંતી


Ref : Gujarat Flat Ownership Act, 1974

Gujarat Co-operative Society Act 1961

MCS Act 1960

Power of Atterney Act 1882 ( with Amendment)

Bombay Non-Trading Coportaion Act 1959

Bombay General Clause Act 1904

Transfer of Property Act 1882 (with amendment)






























































































ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તા. 01-07-22ના રોજ મળેલ વહીવટી કમિટીની સભામાં કયા સભ્યોએ (અર્થાત ખાસ સામાન્ય સભા પ્રમાણેના સભ્યોએ  કે નવી અપડેટેડ યાદી પ્રમાણેના સભ્યોએ) હાજર રહી ખાસ સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોમાં સુધારો કર્યો છે તે જાણવું જરૂરી છે. 

આથી આપશ્રીને નમ્ર વિનંતી કે તા. 01-07-22ના રોજ મળેલ વહીવટી કમિટીના સભ્યોની સભામાં કયા કયા  સભ્યોએ પરોક્ષ કે અપરોક્ષ રીતે હાજર રહી ઉપરોક્ત સુધારો કરેલ છે તે બાબતે સ્પષ્ટ લેખિત ખુલાસો   10 દિવસમાં આપવા આપશ્રીને નમ્ર વિનંતિ.

આ પત્રનો ઉદ્દેશ સોસાયટીના વિકાસકીય કાર્યોમાં અવરોધ ઉભો કરવાનો જરાય નથી.

સોસાયટીના તમામ વિકાસકીય કાર્યોમાં સરકારશ્રી દ્વારા બનાવેલ કાયદા તેમજ નિયમોનું પાલન કરી લેવાતા દરેક પગલામાં મારો સંપૂર્ણ સાથ સહકાર હશે.