આવું ખડખડાટ શેનું હસવું આવે છે? ૐ ગં ગણપતિ નમઃ એક નવી યોજના નવરાત્રીની હાર્દિક શુભેચ્છા જીવ રંગાયો તમારે રંગ અવધૂત, સદાય રહેજો મારી સંગ પથિક હું જીવનપથ પર અટક્યો પથ ભૂલી હું ભરમાયો સાચું ખોટું શું એવી વાતે હું અટવાયો તમારા ચરણોમાં શરણ મળ્યું થયો હું પુલકિત અંગેઅંગ અવધૂત, સદાય રહેજો મારી સંગ શ્રી રંગ અવધૂત જી આજ અચાનક કંઈક રચાઈ ગયું..... માંડી તું જગજનની જોગમાયા કહેવાય આભલામાં જેમ નવરંગ ચૂંદડી લહેરાય, માઁ તારા ગરબામાં દીવો તેમ પેટાય, માંડી તારા આવવાની વાટ્યું જોવાય... માંડી તારા વિના છોરાઓ સોરાય તાપ જીવતરના કેમ રે જીરવાય આજ માંડી તારો મહિમા સમજાય માઁ તારા ગરબામાં દોવો પેટાય અજવાળે માંડી તું આવતી કળાય ત્યારે મારું આંગણું ને અંતર ભીંજાય જીંદગી માં ઘટેલી ઘટનાઓ અને અત્યાર ના સંજોગો કેટકેટલું શીખવાડી ગ્યાં..!! ટાણે કટાણે.. વારે તહેવારે મારા "સુચનો" માંગવા આવનાર અંગતો.. મને જ વણમાગી "સલાહ" આપવા લાગ્યા ....!! સોસાયટીની વિશિષ્ટ સામાન્ય સભામાં વહીવટી કમિટીની નિમણૂંક બાબતે ઠરાવ કરવામાં આવે, સર્ક્યુલર દ્વારા તમામ સભ્યોને ઠરાવની જાણ કરવામાં આવે..... અને પછી તે જ ઠરાવમાં 10 દિવસ પછી વહીવટી કમિટી જાતે જ ફેરફાર કરી લે અને ફરીથી કરેલા સુધારાની જાણ તમામ સભ્યોને કરવામાં આવે તો ............ તો.........ચેરમેન-સેક્રેટરી સબંધિત કાયદાઓથી માહિતગાર નથી એવું સ્પષ્ટ લાગે કે નહિ......? ગેરકાનૂની - ગેરબંધારણીય વહીવટી કમિટીને રીડેવેલોપમેન્ટનું કાર્ય કરવાની સત્તા અપાય ખરી ....? માંડી જ્યોતિ સ્વરૂપ જગદંબા મારુ હૈયું રટે અંબા અંબા માટીનો ગરબો ને ગરબામાં કોડિયું આછુ અજવાળું રેલાય ...... તનના ઘડૂલામાં આતમનો દીવડો એ જ્યોતે જગદંબા પરખાય ..... મારુ હૈયું રટે અંબા અંબા માટીના ગરબામાં માટીનું કોડિયું ખૂટે તેલ દીપ હોલવાય ........... માટીમાં માટી ને જ્યોતિમાં જ્યોતિ જાણું ત્યાં તો પાછું જાય ...... મારુ હૈયું રટે અંબા અંબા હે.......હે.... આતમ પરમાતમની જ્યોતિ જય હો..... જય હો ......જગદંબે માતાની માળાના મોતી જય હો..... જય હો ......જગદંબે માતા તું છે જાગતી જ્યોતિ જય હો..... જય હો ......જગદંબે રક્ષા કરજો માત ભગવતિ જય હો..... જય હો ......જગદંબે તા. 03-10-2021 ના રોજ મળેલ સોસાયટીની સામાન્ય સભામાં પસાર થયેલ ઠરાવ નં. મુજબ સોસાયટીના તમામ સભ્યો પાસેથી સોસાયટીના રેડેવેલોપમેન્ટ જેવા મુદ્દા માટે સંમતિ/મંતવ્યની માંગણી કરતો પરિપત્ર મોકલવામાં આવ્યો હતો, જે બાબતે સોસાયટીના કેટલાંક સભ્યોએ તા. 26-11-2021ના રોજ વાંધાજનક પત્ર સોસાયટીના ચેરમેન શ્રી નિપેશભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રી ઉદયનભાઈ પટેલને મોકલી આપેલ હતો. ખાસ નોંધ : 1. સોસાયટીના રેડેવેલોપમેન્ટ જેવા મુદ્દા માટે સંમતિ/મંતવ્યના પત્રો માત્ર 20 સભ્યો પાસેથી પરત પ્રાપ્ત થયા હતા. 2. સદરહુ વાંધાજનક પત્રમાં તા. 03-10-2021 ના રોજ સોસાયટીની સામાન્ય સભામાં પસાર થયેલ ઠરાવોમાં વહીવટી કમિટી દ્વારા સુધારો કરવાની માંગણી કરવામાં આવી હતી સદરહુ વાંધાજનક પત્રની બાબતે કાયદાના નિષ્ણાતની મૌખિક સલાહ પ્રમાણે સામાન્ય સભામાં પસાર થયેલા ઠારવોમાં સુધારો કરવાની સત્તા વહીવટી કમિટીને ન હોવાને કારણે ચેરમેન - સેક્રેટરીએ કોઈ જ પ્રત્યુત્તર આપેલ ન હતો. સદરહુ વાંધાજનક પત્ર આ સાથે નીચે બીડેલ છે. આજ તા.31-08-2022ને બુધવારના રોજ અમારા નિવાસ્થાને ગણપતિદાદાની સ્થાપના કરેલ છે. ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના ગૌરાંગ પંચાલ રેશ્મા પંચાલ ગૌરેશ સર્જનહારનું કેવું વિસર્જન..? લાગે થયું વિસર્જન જળમાં તારું, પણ ત્યાં તું ક્યાં ડૂબે...? નથી મારા હાથમાં એક તણખલાંનું ય સર્જન, છતાં માયામાં ડૂબેલું હું, કરી આવ્યો આજ તારું વિસર્જન. માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે. તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે. ( શિવાનંદ સ્વામી મૂળ સુરતના. એમણે પોતાની ડાયરીમાં લખેલી આરતીની આ અધિકૃત પ્રત દંડીસ્વામી યોગેશ્વરદેવ તીર્થ મહારાજ - જગદગુરુ શંકરાચાર્ય પૂર્વામનાથ , પૂરી - એ સંશોધન સંપાદન સાથે ઉપલબ્ધ કરી છે. ) *પ્રથમ પંક્તિ* જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં ૐ જય હો જય હો મા જગદંબે એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો. ૐ જય હો જય હો મા જગદંબે મૂળ પ્રત જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ, અખિલ બ્રહ્માંડ નિપાવ્યા (2) પંડે પોતે મા ૐ જય હો જય હો મા જગદંબે દ્વિતિયા બે સ્વરૂપ , શિવ શક્તિ જાણ્યા મા શિવ શક્તિ જાણ્યા બ્રહ્મા ગુણ તવ ગાએ (2) હરિ ગાયે હર મા, ૐ જય હો જય હો મા જગદંબે *બીજી પંક્તિ* દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા ૐ જય હો જય હો મા જગદંબે બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે. ૐ જય હો જય હો મા જગદંબે મૂળ પ્રત દ્વિતિયા બે સ્વરૂપ , શિવ શક્તિ જાણ્યા મા શિવ શક્તિ જાણ્યા બ્રહ્મા ગુણ તવ ગાએ (2) હરિ ગાયે હર મા, ૐ જય હો જય હો મા જગદંબે *ત્રીજી પંક્તિ* તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. મૂળ પંક્તિ તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા , મા ત્રિભુવનમાં બેઠાં ત્રય્ થકી ત્રિવેણી 2) તું તારિણી મા ૐ જય હો જય હો મા જગદંબે *ચોથી પંક્તિ* ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. મૂળ પંક્તિ ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા સચરાચર વ્યાપ્યાં ચાર ભુજા ચૌદિશ , (2) પ્રગટયાં દક્ષિણમાં ૐ જય હો જય હો મા જગદંબે નારણપુરા વિસ્તાર જેવો જ એક નવો કિસ્સો : જજીસ બંગલા રોડ ઉપરની એક સોસાયટીમાં સભ્યોની સામાન્ય સભામાં કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કે ઠરાવો કર્યા વિના સોસાયટીની વહીવટી કમિટી જાતજાતના રસ્તાઓ અપનાવી સોસાયટીના સભ્યો પાસેથી રીડેવેલોપમેન્ટ માટેની સંમતિ માંગી રહી છે. સોસાયટીની સહિયારી મિલકત અંગે નિષ્ણાતોની સલાહ અનુસાર સોસાયટીના કેટલાંક સભ્યોકન્ઝ્યુમર કોર્ટનો આશરો લેવાનું વિચારી રહ્યાં છે. સવાલ સહિયારી મિલકતનો છે. સોસાયટીની માલિકી બધા સભ્યોની સહિયારી છે, માત્ર વહીવટી કમિટી નથી અમારા શોભના બા...! હતાં તમે સ્નેહના સાગર, અમીરસ અમે સૌએ પીધાં, સીંચીને સંસ્કાર તમે, અમારા જીવન ઘડતર કીધાં, ધર્મ, સત્કર્મ અને જીવદયા, હતાં તમ જીવનમાં અગ્રસ્થાન આજ મહેંકી રહી છે સુવાસ સદ્દગુણોની શાંત, શિતળ, નિખાલસ પ્રકૃતિ મનુષ્ય જીવનને સાર્થક કરતી પ્રવુતિ દુઃખમાં કે સુખમાં એક જ ભાવ, પારાવાર પ્રેમ ભર્યો સ્વભાવ, તમ સ્મૃતિને કરીએ અમે સૌ પ્રણામ સૌ પ્રથમ સોસાયટીની વહીવટી કમિટીની રચનામાં જ કાયદાનું પાલન થયું નથી. કાયદાના નિયમો પ્રમાણે સોસાયટીની વહીવટી કમિટીની રચના કરવાની સત્તા માત્ર સોસાયટીની સામાન્ય સભાને જ છે. કારણ કે સોસાયટીમાં સામાન્ય સભા જ સર્વોપરી છે. સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોમાં કે ઠરાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા માત્ર સોસાયટીની સામાન્ય સભાને જ છે. સોસાયટીની સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોમાં કે પસાર કરેલ ઠરાવોમાં વહીવટી કમિટી ફેરફાર કરી શકે નહિ. 1) તા. 19-6-22ના રોજની સામાન્ય સભામાં 9 સભ્યોની વહીવટી કમિટી નીમવામાં આવી જેમાં 4 સભ્યો કમિટીમાં દાખલ થવા માટે કાયદેસરની યોગ્યતા ધરાવતાં ન હતા. આ ભૂલનું જ્ઞાન થતાં તા 1-7-22ના રોજ વહીવટી કમિટીની મિટિંગમાં જે સભ્યો અયોગ્ય હતાં તેઓની જગ્યાએ તેમના માતા/પિતા કે પત્નીને મુકવામાં આવ્યા પરંતુ આ માટે સોસાયટીની સભ્યોની સભા બોલાવી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહિ. આમ સોસાયટીની વહીવટી કમિટી રચના અંશતઃ સામાન્ય સભા દ્વારા તેમજ અંશતઃ વહીવટી કમિટી દ્વારા કરવામાં આવી જે સંપૂર્ણપણે ગેરકાયેદેસર છે. સોસાયટીની માલિકી સોસાયટીના સભ્યોની સહિયારી હોય છે, માત્ર વહીવટી કમિટીના સભ્યો નહિ. સોસાયટીનું રીડેવેલોપમેન્ટ કરવા જરૂરી પગલાં લેવા બાબતે વહીવટી કમિટીએ સોસાયટીની સામાન્ય સભામાં સત્તા મેળવવી જરૂરી હોવા છતાં તે બાબતે કોઈ કાર્યવાહી થઇ નથી. આ ઉપરાંત રીડેવેલોપમેન્ટ માટેના સંમતિ પત્રનું લખાણમાં પણ કેટલીક કાયદેસરની ત્રુટીઓ હોવાને કારણે સોસાયટીના કેટલાંક સભ્યો રીડેવેલોપમેન્ટની કાર્યવાહીમાં સહકાર આપવામાં દ્વિધા અનુભવી રહ્યાં છે. તો વળી કેટલાંક સભ્યોને રીડેવેલોપમેન્ટ માટેના સંમતિ પત્રો મોકલવામાં જ આવ્યા નથી. અર્થાત ચેરમેન /સેક્રેટરી રીડેવેલોપમેન્ટ બાબતે શું કરવા માંગે છે તે કાંઈ સ્પષ્ટ થતું નથી. હરિ ઝટ રે પ્રગટાવો હવે અજવાળું મારુ અજ્ઞાન તિમિર મિટાવો રે....! કાચી રે માટીના અમે કેવળ ઢેખાળા આમતેમ ફેંકાયા, આમતેમ ફેંદાયા મીરા નરસિંહ સમ ચાકડે ચઢાવો રે...! હરિ ઝટ રે પ્રગટાવો હવે અજવાળું જૂઠી માયામાં સાચુકલા ભરમાણાં લખ ચોરાસી ફેરે અમે અટવાણા અખંડ જ્યોતમાં જ્યોત સમાવો રે...! હરિ ઝટ રે પ્રગટાવો હવે અજવાળું જરૂરી જાણવાલાયક સોસાયટીમાં સભ્યોની જનરલ બોડી (સામાન્ય સભા) જ સર્વોપરિ છે. સોસાયટીની વહીવટી કમિટીની નિમણૂંક કે ચૂંટણી સોસાયટીની જનરલ બોડી દ્વારા જ થઈ શકે. સોસાયટીની જનરલ બોડીમાં પસાર કરવામાં આવેલ ઠરાવોમાં ફેરફાર માત્ર સોસાયટીની જનરલ બોડી જ કરી શકે. સોસાયટીની માલિકી સોસાયટીના તમામ સભ્યોની છે, અને માલિકી બાબતેના તમામ નિર્ણયો લેવાની સત્તા માત્ર સોસાયટીની જનરલ બોડી ને જ છે. સોસાયટીની જનરલ બોડીમાં લેવાયેલા નિર્ણયો પ્રવર્તમાન વિવિધ કાયદા તેમજ નિયમોને આધીન હોવા જરૂરી છે. (પાછળ) વિષય : તા. 25-12-2022ના રોજની ખાસ સામાન્ય સભા બાબતે સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઑનર્સ એસોસિએશનની ખાસ સામાન્ય સભા તા. 25/12/2022 ને રવિવારના રોજ કોમન પ્લોટમાં સાંજે 5:00 વાગે યોજવામાં આવેલ છે તે જાણ્યું. વળી સદરહુ ખાસ સામાન્ય સભા સોસાયટીના રીડેવેલોપમેન્ટ જેવા વિકાસકિય કાર્યની ચર્ચા માટે જ આયોજિત કરવામાં આવી છે તે જાણી આનંદ થયો. સોસાયટીના સભ્ય તરીકે ઉપરોક્ત ખાસ સભામાં હાજર રહેવું એ મારી ફરજ છે. પરંતુ તા. 25-12-2022ને રવિવારના રોજ કેટલાંક અગંત અસાધારણ સંજોગોને કારણે મારે ગુજરાત રાજ્યની બહાર જવું જરૂરી હોઈ સદરહુ સભામાં હાજર રહી વિચાર વિમર્શ કરી શકાશે નહિ. એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. સદરહુ સભા સોસાયટીના રીડેવેલોપમેન્ટ વિષયે હોઈ હું નીચે મુજબ કેટલાક જરૂરી મુદ્દાઓ જણાવું છું. 1. સૌ પ્રથમ સોસાયટીની હાલની વહીવટી કમિટીની રચનામાં જ કાયદાનું પાલન થયું નથી. કાયદાના નિયમો પ્રમાણે સોસાયટીની વહીવટી કમિટીની રચના કરવાની સત્તા માત્ર સોસાયટીની સામાન્ય સભાને જ છે. કારણ કે સોસાયટીમાં સામાન્ય સભા જ સર્વોપરી છે. સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોમાં કે ઠરાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા માત્ર સોસાયટીની સામાન્ય સભાને જ છે. સોસાયટીની સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોમાં કે પસાર કરેલ ઠરાવોમાં વહીવટી કમિટી ફેરફાર કરી શકે નહિ. હાલની વહીવટી કમિટીની રચના દરમ્યાન કેટલાંક કાયદાના નિયમો - પેટાનિયમોનું પાલન થયું નથી જે બાબતે સોસાયટીના હોદ્દેદારોનું અવારનવાર મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તેની અવગણના કરવામાં આવી છે. તા. 23/12/2022 હાલની વહીવટી કમિટીની રચના અંશતઃ સામાન્ય સભા દ્વારા (તા. 19-6-2022ની સામાન્ય સભા અનુસાર) તેમજ અંશતઃ વહીવટી કમિટી (તા. 1-7-2022ની વહીવટી કમિટીની મિટિંગ અનુસાર) દ્વારા કરવામાં આવી જે સંપૂર્ણપણે ગેરકાયેદેસર છે. 2. વહીવટી કમિટીની રચના સમયે સોસાયટીના જે સભ્યોએ સોસાયટીના મેઈન્ટેનન્સના તથા બીજા કોઈ પણ પ્રકારના બાકી લેણાં સંપૂર્ણપણે ચૂકવ્યા નથી તેવાં સભ્યોને વહીવટી કમિટીમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અયોગ્ય તથા બિનકાયદેસર છે. 3. હાલની વહીવટી કમિટીના સભ્યો સોસાયટીના દરેક બ્લોકના રહીશોનું સપ્રમાણ પ્રતિનિધિત્વ ધરાવતાં નથી. આ સંજોગોમાં રીડેવેલોપમેન્ટ જેવી બાબતે સોસાયટીના દરેક બ્લોકનું તથા દરેક સભ્યનું સરખું હિત જળવાશે તેમ જણાતું નથી. 4. સોસાયટીની માલિકી સોસાયટીના તમામ સભ્યોની સહિયારી છે, અને માલિકી બાબતેના તમામ નિર્ણયો લેવાની સત્તા તથા અધિકાર માત્ર સોસાયટીની જનરલ બોડી ને જ છે. હાલના હોદેદારોએ તથા વહીવટી કમિટીના સભ્યોએ સોસાયટીની સ્થાવર મિલકતના રીડેવેલોપમેન્ટ જેવા અગત્યના વિષયે કાર્યવાહી કરવા કે પગલાં લેવા અંગેની સત્તા કે અધિકાર સોસાયટીની જનરલ બોડી દ્વારા મેળવ્યા જ નથી. આ સંજોગોમાં સોસાયટીના સભ્યો પાસેથી રીડેવેલોપમેન્ટ જેવા વિષયે સંમતિ માંગવી તથા મેળવવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. 5. સોસાયટીના ઘણાં સભ્યોને રીડેવેલોપેમેન્ટની સંમતિ માંગતો પત્ર મોકલવામાં આવ્યો છે જે મને આજ દિન સુધી નહીં મોકલીને સોસાયટીના સભ્ય તરીકે મારી અવગણના કરવામાં આવી છે. 6. સોસાયટીના રીડેવેલોપમેન્ટ સિવાય બીજા વિકલ્પો (જેવાકે સમગ્ર સોસાયટીની જમીનનું વેચાણ કે સંપૂર્ણ/અંશતઃ સેલ્ફ-રીડેવેલોપમેન્ટ) નો સઘન વિચાર વિમર્શ કરવો જરૂરી છે. સોસાયટીની વહીવટી કમિટી તથા જનરલ બોડી દ્વારા સોસાયટીની સ્થાવર મિલકત સબંધિત નિર્ણયો પ્રવર્તમાન વિવિધ કાયદા - નિયમોનું ઉલ્લઘન કરી લેવાયા હશે તો તે મને અમાન્ય અને અસ્વીકાર્ય હશે. આ પત્રનો ઉદ્દેશ સોસાયટીના વિકાસકીય (રીડેવેલોપમેન્ટ / સેલ્ફ-રીડેવેલોપમેન્ટ / સમગ્ર સોસાયટીની જમીનના વેચાણ જેવા અનેક વૈકલ્પિક)કાર્યોમાં અવરોધ ઉભો કરવાનો જરાય નથી સોસાયટીના તમામ વિકાસકીય કાર્યોમાં સરકારશ્રી દ્વારા બનવેલ કાયદા તેમજ નિયમોનું પાલન કરી લેવાતા દરેક પગલામાં મારો સંપૂર્ણ સાથ સહકાર હશે. સોસાયટીના સભ્ય તરીકે ઉપરોક્ત વિષયે ધ્યાન દોરવું એ મારી ફરજ છે એમ સમજી આ પત્ર લખેલ છે જે સોસાયટીની મિનિટ્સ બુકમાં સામેલ કરવા નમ્ર વિનંતી. ------------ સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઑનર્સ એસોસિએશનની ખાસ સામાન્ય સભા તા. 25/12/2022 ને રવિવારના રોજ રીડેવેલોપમેન્ટની ચર્ચા માટે કોમન પ્લોટમાંસાં જે 5:00 વાગે યોજવામાં આવેલ છે તે જાણ્યું. અમો નીચે સહી કરનાર સભ્યો સોસાયટીના રીડેવેલોપમેન્ટ બાબતે કેટલાંક નીચે મુજબના નોંધનીય મુદ્દાઓની રજૂઆત કરીએ છીએ. 1. સોસાયટીની જનરલ બોડી સર્વસત્તાધીશ હોઈ સોસાયટીની વહીવટી કમિટીનું ગઠબંધન સંપૂર્ણતઃ સોસાયટીની જનરલ બોડી દ્વારા થવું જોઈએ. વહીવટી કમિટીને જનરલ બોડીના નિર્ણયો રદ કરવાની કે તેમાં સુધારો કરવાનો કોઈ અધિકાર નથી. આ સંજોગોમાં હાલની વહીવટી કમિટી રીડેવેલોપમેન્ટના કાર્ય માટે ગેરકાયદેસર છે. 2. હાલની વહીવટી કમિટી સોસાયટીના સભ્યો દરેક બ્લોકનું તથા દરેક સભ્યનું સરખું પ્રતિનિધિત્વ ધરાવતાં નથી. આથી દરેક બ્લોકના રહીશોનું સમાન હિત જળવાવું મુશ્કેલ છે. 3. વહીવટી કમિટીના ગઠબંધન વખતે સોસાયટીના મેઇન્ટેનન્સના તથા બીજા કોઈ પણ પ્રકારના બાકી લેણાં ચૂકવ્યા નથી એવા સભ્યોને વહીવટી કમિટીમાં અયોગ્ય અને બિનકાયદેસર રીતે દાખલ કરવામાં આવ્યા છે. (વહીવટી કમિટીની રચના સમયે આ બાબતનો સોસાયટીના સભ્યો સમક્ષ કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી). 4. સોસાયટીના તમામ સભ્યો સંયુક્ત રીતે સોસાયટીની માલિકી ધરાવે છે. સોસાયટીની જનરલ બોડી જ સોસાયટીની માલિકી બાબતે નિર્ણયો લેવા અધિકૃત છે. સોસાયટીના હાલના વહીવટકર્તાઓએ સોસાયટીના રીડેવેલોપેમન્ટની કાર્યવાહી કરવા/કરાવવા અંગેની કોઈ મંજૂરી જનરલ બોડી પાસેથી મેળવી નથી. આથી સોસાયટીના સભ્યો પાસેથી રીડેવેલોપમેન્ટ જેવા વિષયે સંમતિ માંગવી તથા મેળવવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. 6. આ તબક્કે સોસાયટીના રીડેવેલોપમેન્ટ સિવાય બીજા વિકલ્પો (જેવાકે આખી સોસાયટીનું આઉટરાઇટ વેચાણ કે સંપૂર્ણ/અંશતઃ સેલ્ફ-રીનોવેશન વિગેરે)ની ચર્ચા કરવી જરૂરી છે. સોસાયટીની વહીવટી કમિટી તથા જનરલ બોડી દ્વારા સોસાયટીની સ્થાવર મિલકત સબંધિત નિર્ણયો પ્રવર્તમાન વિવિધ કાયદા - નિયમોનું ઉલ્લઘન કરી લેવાયા હશે તો તે અમો નીચે સહી કરનાર સભ્યોને અમાન્ય અને અસ્વીકાર્ય હશે. આથી અમો સર્વે નિવેદન કરીએ છીએ કે : સોસાયટીની વહીવટી કમિટીનું ગઠબંધન તથા સોસાયટીની માલિકી સંબંધિત નિર્ણયો તમામ રહીશોનું સપ્રમાણ હિત જળવાઈ રહે તે રીતે પ્રવર્તમાન કાયદા-નિયમોની મર્યાદામાં કરવામાં આવે. ઉપરોક્ત મુદ્દાઓ તથા નિવેદન સોસાયટીની મિનિટ્સ બુકમાં લેવામાં આવે તેવી વિનંતી. અમો સગુન પ્લાઝા સોસાયટીના સભ્યો |
For Positional traders : For those who trade like Investors |
Nifty & BankNifty Spot Levels Nifty Future & BankNifty Future Levels |
Daily MySAR Levels For Future Segment : Daily MySAR Levels For Cash Segment : https://docs.google.com/spreadsheets/d/1BoUsWZxp2GRyYyR5ig79USgM-FrSkrykQ4SLKOt3aQU/edit?usp=sharing (To edit this file, one is required to download it to system in Excel (xlsx) format. Press "File" tab to get "Download" with its sub menu.) |
For other Nifty 50 (future) scrips click link : Do not enter into a trade without referring past data. It will save your trade from catching the running train. If the price of the scrip ran up or down too much during last few days, please please do not take fresh entry either of short or long otherwise it will be considered as catching of running train and in such cases price in near future may move against expectations resulting into losses. Better wait for breach of MySAR_A level for fresh trade...... |
NIFTY FUTURE & BANKNIFTY FUTURE AT A GLANCE |